સ્વદેશી કોરોના રસી Covaxin ના પહેલા ફેઝની ટ્રાયલ એકદમ સફળ, કોઈ જ સાઈડ ઈફેક્ટ નહીં
ભારત બાયોટેક અને ICMR ની સ્વદેશી કોરોના વેક્સિન Covaxin ના પહેલા તબક્કાના શરૂઆતના આકલનથી સારા સમાચાર આવ્યા છે.
નવી દિલ્હી: ભારત બાયોટેક અને ICMR ની સ્વદેશી કોરોના (Corona) વેક્સિન Covaxin ના પહેલા તબક્કાના શરૂઆતના આકલનથી સારા સમાચાર આવ્યા છે. વચગાળાના વિશ્લેષણ મુજબ રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત જણાઈ છે. રસી (Vaccine) ના પહેલા તબક્કામાં 375 લોકોને રસી અપાઈ હ તી. માત્ર એક જ વ્યક્તિને સાઈડ ઈફેક્ટ થઈ પરંતુ આ સાઈડ ઈફેક્ટ રસીના કારણે થઈ તેવું તપાસમાં નથી આવ્યું.
એક દર્દીને 30 જુલાઈના રોજ રસી મૂકવામાં આવી હતી. તેને 5 દિવસ બાદ કોરોના સંક્રમણ થયું જો કે 15 ઓગસ્ટના રોજ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો અને 22 ઓગસ્ટે તેને રજા અપાઈ. આ ઘટનાને રસી સાથે જોડવામાં આવી રહી નથી.
જો કે રસી લગાવ્યા બાદ ઈન્જેક્શન વાળી જગ્યા પર કેટલાક લોકોને થોડો દુ:ખાવો થયો હતો જે થોડા સમય બાદ આપોઆપ ઠીક થઈ ગયો. રસીને 2થી 8 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટોર કરવામાં આવી અને રસીની ક્વોલિટી યથાવત રહી. એટલે કે રસીને ઘરના સામાન્ય ફ્રીઝરમાં પણ સ્ટોર કરી શકાય છે.
375 લોકોમાંથી 300 લોકોને રસી મૂકવામાં આવી હતી. જ્યારે 75 વોલિન્ટિયરને સાધારણ ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. જેને મેડિકલ ભાષામાં પ્લેસિબો કહે છે. જો કે વોલેન્ટિયર્સને એ નહતું જણાવવામાં આવ્યું કે કોને રસી મૂકાઈ છે અને કોને સાધારણ દવા.
રસીએ એન્ટીબોડી તૈયાર કરવાનું કામ કર્યું
પોર્ટલ મેડઆરએક્સઆઈવી' પર ઉપલબ્ધ કરાવવામાં આવેલા પરિણામો મુજબ રસીએ એન્ટીબોડી તૈયાર કરવાનું કામ કર્યું. વિષયના વિશેષજ્ઞો દ્વારા ઔપચારિક રીતે અનુસંધાન રિપોર્ટનું મૂલ્યાંકન કરતા પહેલા જાહેર સ્તરે 'મેડઆરએક્સઆઈવી' પોર્ટલ પર નાખવામાં આવ્યો.
Corona Vaccine Impact: કોરોનાની રસીની આડઅસર પર સરકારે આપ્યું મોટું નિવેદન, જતાવી આ આશંકા
તારણો મુજબ ગંભીર અસરની એક ઘટના સામે આવી જેને રસીકરણ સાથે કોઈ લેવાદેવા ન હોવાનું મળી આવ્યું. કોવેક્સિન (બીબીવી152)ની સુરક્ષા અને પ્રભાવના આકલન માટે પહેલા તબક્કાનું ક્લિનિકલ પરિક્ષણ કરવામાં આવ્યું. "નિષ્ક્રિય સાર્સ કોવ-2 રસી બીબીવી 152નું ક્લિનિકલ પરિક્ષણ અને સુરક્ષા (તબક્કો એક)" મુજબ પહેલા રસીકરણ બાદ કેટલાક લોકોમાં હળવી કે મધ્યમ પ્રકારની અસર જોવા મળી અને તે તરત ઠીક પણ થઈ ગઈ. આ માટે કોઈ પણ પ્રકારની દવાની જરૂર પડી નહી. બીજા ડોઝ બાદ પણ આ જ તારણ જોવા મળ્યું. કોવેક્સિનના રિસર્ચર આ આકલનને લેન્સેન્ટ જર્નલમાં પણ પ્રકાશન માટે મોકલવાની તૈયારી કરી રહ્યા છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube